ઋષિકેશ :- કુદરતના આંગણે એક સફર

અમે લોકો સવારે ૮:૩૦ વાગે રૂરકી થી નીકળ્યા હતા ઋષિકેશ જવા માટે ત્યારબાદ ઉતરાખંડ રોડવેજ ની બસ માં બેસીને રૂર કી થી ઋષિકેશ જવા નીકળ્યા. એક વ્યક્તિનું ભાડું ૭૫ રૂપિયા હતું. આ સફર માં બહુ મજા આવી પહાડોની વચ્ચે અને ખીણ માંથી બસમાં સફર યાદ ગાર રહ્યો.  ત્યારબાદ ૧૦ વાગ્યે પહોચ્યા અને ઋષિકેશનું બસ સ્ટેશનમાં ઉતરર્યા.

ત્યારબાદ બસ સ્ટેશન થી 2 કિલોમીટર દુર છે ત્રિવેણી ઘાટ. અમે લોકો ચાલીને ગયા ૧ કિલોમીટર ચાલતા બજાર આવે છે તેમાં તમે ખરીધી કરેલી હતી.જો તમે પૂજા પાઠ અને કર્મ-કાંડ નો સમાન લેવો હોય તો તમને સસ્તા ભાવે અને સારી વસ્તુ મળી જશે. અમે લોકો એ અહીંથી શંખ લીધો હતો. ૨૦૦ રૂપિયા અને એકદમ સારો શંખ.ત્યારબાદ ગંગા નદીમાં ત્રિવેણી ઘાટ ના ફોટો નીચે બતાવેલ છે.


અહિયાં આવીને પ્રથમ તો સ્નાન કયું.ત્યાર બાદ ફોટા પાડ્યા. ઘણું ગંગા નદીનું પાણી ચોખું અને ઠંડુ હતું. આ ત્રિવેણી ઘાટ  આ વી ને એવો અનુભવ થાય કે જાણે તમે કુદરત ના ખોળામાં હોય.

અહીંયા પછી અમે સાથે જે નાસ્તો લાવેલ હતો તે ખાધો. અહીંની ચોક્કસાય ખૂબ જ સારી છે. ત્યારબાદ ૨ કલાક રોકાયા બાદ અમે લોકો રિક્ષા માં પહોચ્યા રામ જૂલા. ત્યાં અમે પાણી પુરી ખાધી સ્વાદ તો ઠીક હતો. પછી ગંગા નદીના એક કાંઠે થી બીજા કાંઠે હોળી માં ગયા. પછી ત્યાં ફોટા પાડ્યા અને નદીના સૌંદર્ય નું નિરીક્ષણ કર્યુ. પછી જે રામ જુલા કહેવાય તેમાંથી નદીને પાર કરી. જુલો સાચેજ અદભૂત બનાવેલ છે. અને જુલાં માં વચે પહોંચી ત્યારે પવનો થી જૂલો જુલી ઉઠે છે. રામ જુ લા થી ત્યાં એક બજાર આવે છે .ત્યાં પણ અમે ખરીદી કરી. હું આમ તો કહું તો બહાર ખરી દી ઓછી કરી પણ આપણે આટલા દૂર આવી ગયા હોય.તો એક યાદી માં રૂપમાં લય જાવ છું. જો ત મને ભાવ તાલ કરતા આવડે તો ઘણું સસ્તું પડે છે

આ સિવાય જો તમને રીવર ક્રાફટિંગ માં રસ હોય તો માત્ર ૩૫૦ માં ૧૨ કિલોમીટર ની સફર કરી શકો છો. જો તમરી
પાસે સમય હોય તો નીલકંઠ મહાદેવ મંદિર અને લક્ષ્મણ જુલ્હા હોય આવજો

બે પહાડો વચ્ચે નદી નું દ્રશ્ય અને ગંગા આરતી નું દૃદય જોવાનું ઘણા જૂજ લોકો ને મળે છે

આ પુરી સફરનો મે વિડિયો બનાવેલ છે.




Post a Comment

Previous Post Next Post