ગુરુ શબ્દ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. ગુરુ એ આપણને જ્ઞાન આપે છે. તેવું તો આપણે સાભળેલું હશે. પરતું આ શબ્દની ઊંડાઈ પૂર્વક સમજણ ઘણા ઓછા લોકો ને હશે. આપણે મનમાં કોઈ ગાઠ મારી દેતા હોયએ છીએ પરતું તેનો વિરોધ કરયા વગર વસ્તુ જેવી છે તેવી રીતે જોવાનું જ્ઞાન આપે ને ગુરુ કહેવાય.
ગુરુ ગીવિંદ દોનો ખડે કાકે લાગુ પાઈ
બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાઈ
આ શ્લોક તમે જરૂર સાંભળેલો હશે. ગુરુ ને ગોવિંદ કરતા પણ મોટું બિરુદ આપવામાં આવ્યું છે
હું આધ્યામીકતા ની શોધમાં દરેક જ્યાં આધ્યામીકતા શબ્દ હોય ત્યાં ગયો હતો. સ્વાધ્યાય , વિપસના, બ્રમ્હાકુમારી,દાદા ભગવાન આમ મારામાં આધ્યામિકતા પ્રત્યે એક આશા હતી.પરંતુ તે આપણી અંદર જ હોય છે.આ એક રસ્તો છે આ બધા અંદર જોવાનો
હું મારા અનુભવથી કહું તો મેં મારા ગુરુ તરીકે સધ્ગુરું શ્રી જગ્ગી વાસુદેવ May 2020 માં દીક્ષા લીધી હતી.
તેમને એક પ્રાચીન તેમજ શક્તિશાળી શાંભવી મહામુદ્રા શીખવી હતી. ત્યારથી જે પરિવર્તન થયું કે ન પૂછો વાત મેં આ મારો અનુભવ નો વિડીઓ બનાવેલ છે જે તમે જોય શકો છો.